નવી દિલ્હી: ફરીદાબાદના બલ્લભગઢના નીકિતા તોમર હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાખ્યો છે. 26 ઓક્ટોબરે તૌસીફ નામના આરોપીએ નીકિતાને કોલેજની બહાર જ ગોળી મારી દીધી હતી. આ હચમચાવી નાખનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને તેની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે જે ચોંકાવનારા સમાચાર આવ્યા છે તે મુજબ આરોપીએ નીકિતાને મારવાનું ષડયંત્ર વેબસિરીઝ મિર્ઝાપુર જોઈને રચ્યું હતું. આ મામલે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે આક્રોશ ઠાલવ્યો છે.
અત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત
મિર્ઝાપુર જોઈને આરોપીએ નીકિતાની હત્યા કરી
મિર્ઝાપુરમાં મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા) પણ એકતરફી પ્રેમમાં પાગલ થઈને એક યુવતી સ્વિટી (શ્રેયા પિલગાંવકર)ને ગોળી મારી દે છે. ત્યારબાદ તેનું મોત થઈ જાય છે. સિરીઝનો આ સીન જોઈને આરોપી તૌસીફ પણ પ્રેરિત થયો અને તેણે નીકિતાને ગોળી મારી દીધી. તે પણ નીકિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. આ પ્રકારના અહેવાલ સામે આવ્યા બાદ અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ એકવાર ફરીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે. કંગનાના જણાવ્યાં મુજબ બોલીવુડે અપરાધના ગુણગાન કર્યા છે.
કંગનાએ ઠાલવ્યો આક્રોશ
ટ્વીટ કરીને કંગના રનૌતે આ સમગ્ર મામલે આક્રોશ ઠાલવ્યો છે. કંગનાએ લખ્યું છે કે જ્યારે તમે અપરાધના ગુણગાન કરો છો ત્યારે આવું જ જોવા મળે છે. જ્યારે સારા દેખાતા લોકો આવી નકારાત્મક ભૂમિકા ભજવે છે ત્યારે આવું પરિણામ મળે છે. ચોંકાવનારું છે કે તેમને ક્યારેય વિલન નહીં પરંતુ એન્ટી હીરો તરીકે દેખાડવામાં આવે છે. બોલીવુડને શરમ આવવી જોઈએ જે ભલાઈ કરતા વધુ તો નુકસાન કરે છે. કંગના રનૌતની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જે મિર્ઝાપુરને દર્શકોનો આટલો પ્રેમ મળ્યો હોય, તેને લઈને હવે આવા અહેવાલ સામે આવે તે ચોંકાવનારી વાત કહેવાય. બધા સ્તબ્ધ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એક વર્ગ સતત મિર્ઝાપુરને બેન કરવાની માગણી કરી રહ્યો છે.
હવે લવ જેહાદ કરનારાઓની ખેર નથી! CM યોગીના એક નિવેદનથી UP માં રાજકીય ભૂકંપ
વેબ સિરીઝના ફક્ત પાત્રોને લઈને જ વિવાદ નથી પરંતુ એવું પણ કહેવાય છે કે આ સિરીઝ દ્વારા મિર્ઝાપુરની છબી બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. આ એક એવો આરોપ છે જે પહેલી સીઝન ઉપર પણ લાગ્યો હતો. પરંતુ હવે તો એક આરોપીએ મિર્ઝાપુર જોઈને હત્યાનું ષડયંત્ર રચ્યું. આવામાં મેકર્સ માટે પણ આ એક મોટો માથાનો દુ:ખાવો બની શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે